Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મારા મસ્તક પર હાથ મૂકીને
મારા તન ને મનને પુલકિત ને પાવન કરી દો એ દિનની હું પ્રતીક્ષા કરી રહ્યો છું.
હે મા, એ દિનની હું પ્રતીક્ષા કરી રહ્યો છું.

મારા શરીર પર તમારો કોમળ કર ફરતો રહે
ને મને નવજીવનનું દાન દે, નવો અવતાર આપે, એ પળની પ્રતીક્ષા હું કરી રહ્યો છું.
હે મા, એ પળની પ્રતીક્ષા હું કરી રહ્યો છું.

મારી પ્રતીક્ષા ક્યારે પૂરી થશે
ને મારા અનુરાગથી અંજાયેલા આત્માને શાંતિ પણ ક્યારે મળશે ?
એ  દિવસ સાચે જ મારા જીવનનો સોનેરી દિવસ હશે.
એ દિવસ વહેલામાં વહેલો ઉગે એવી મારી પ્રાર્થના છે.
હે મા, એવી મારી પ્રાર્થના છે.

- શ્રી યોગેશ્વરજી